Download a free eBook on Akoopar, which is written by DHRUV BHATT. Let’s first read the book content of this PDF:
Book Content
આ છે બુકનું પહેલું વાક્ય. આ વાક્ય બુકનું એક સ્ટ્રોંગ પાત્ર આઇમાં બોલે છે. લેખક ને સમજાતું નથી કે આઈમાં આખા ગીરને ખમ્મા શું કામ કહે છે ? મોટાભાગે ખમ્મા કોઈ જીવિત વસ્તુઓ માટે જ વપરાય છે.
મુખ્યપાત્ર એક ચિત્રકાર હોય છે. એમને પ્રકૃતિ ચિત્રો દોરવાનું કામ મળ્યું હોય છે અને એ માટે એ ગીરને પસંદ કરે છે. એમના માટે ગીર એકદમ નવું હોય છે. એ ગીરમાં અલગ અલગ લોકોને મળે છે. ગીર શા માટે જીવંત છે, પ્રાણીઓ પક્ષીઓ અરે ટેકરીઓને પણ શા માટે આ લોકોએ નામ આપ્યા છે એ સમજવા મથે છે. આયમા, સાંસાઈ, ધાનું, મુસ્તફા, ગોપાલ , રવિભા વગેરે પાત્રો ખુબ જ રસપ્રદ છે, પ્રકૃતિપ્રેમી છે અને ગીરને ખુબ ઊંડાણથી જાણે છે. એક વિદેશી યુવતી ડોરોની હોય છે જે રીસર્ચ માટે આવી હોય છે. સાસાઈ સિહણ માટે “જણી” વાપરે છે, સિહ અને બીજા પ્રાણીઓ કે ગીર પ્રત્યે સરખો જ લગાવ છે. આમ કહીએ તો આખી નવલકથાનું મુખ્ય પાત્ર ગીર છે , પ્રકૃતિ છે.
નવલિકામાં બે પર્વતના લગ્નની વાત, કેરેલાથી આવેલા સ્ટેશન માસ્તરની વાત, સાસાઈના ગઢવીની ગાયોની વાત, રવાઆતાની વાતો સિહને બચાવવા એમને કરેલ પ્રયત્નો, મધ્યપ્રદેશના વિદ્યાર્થીનું ગીરમાં રાત્રી રોકાણ, સિંહનો ધાનું પરનો હુમલો વગેરે બહુ જ મસ્ત છે. ધ્રુવ ભટ્ટનું પ્રકૃતિ વર્ણન વાંચીને કોઈ નાં કહે કે એ કલ્પના છે એમને એ જીવીને લખ્યું છે.
અકૂપાર ~ ધ્રુવ ભટ્ટ
આમ તો “અકૂપાર” શબ્દના ઘણા અર્થ થાય છે. અહી પૃથ્વીને ધારણ કરનાર કાચબાની અને શેષનાગની વાત આવે છે એટલે કદાચ એ અર્થ હોઈ શકે. બાકી અમાર્યાદીત કે વિશાળ કે સીમા વગરનું પણ હોઈ શકે.