Download a free eBook on SAMUDRANTIKE, which is written by DHRUV BHATT. Let’s first read the book content of this PDF:
Book Content
મિત્ર અને યુવા લેખક જીતેશ દોંગાનો ફોન આવ્યો કે લેખક ધ્રુવ ભટ્ટ રવિવારે બેંગ્લોર આવે છે મળવા જવું છે ? નેકી ઔર પૂછ પૂછ! મને ક્યારેય આવી રીતે કોઈ લેખકને મળવાનો અને સંભાળવાનો મોકો નહોતો મળ્યો અને ત્યારે હજુ મેં એમની બુક “અતરાપી” પૂરી કરી જ હતી એટલે મળવાનો વધુ ઉમળકો હતો. પછી ધ્રુવદાદાને મળ્યા, એમણે ઘણી બધી એમના જીવન વિષે, પુસ્તકો વિષે વાતો કરી. એમને લખેલ ગીતો ગાયા, મજા પડી ગઈ. ત્યાંથી જ મેં આ બુક “સમુદ્રાન્તિકે” ખરીદી.
લેખક ધુવ ભટ્ટે ગુજરાતના દરિયા કિનારા પર ચાલીને ઘણા પ્રવાસો કર્યા છે, આ પ્રવાસો દરમિયાન એમને ઘણા નવા લોકો મળ્યા, દરિયા કિનારે રહેતા લોકોની વાતો જાણવા મળી એના આધારે એમને આ આખી નવલકથા લખી છે.
આ નવલકથા શરુ થાય છે એક સરકારી માણસ જે નાયક છે એ કોઈ શહેરમાંથી ખાસ પ્રોજેક્ટ માટે દરિયાકિનારાના બંગલે રહેવા આવે છે. એને એક અલગ જ દુનિયામાં પોતે આવી ગયો હોય એવું લાગે છે. તે ત્યાના માણસોને મળે છે એમના વિષે જાણે છે. એમની વાતો, શ્રદ્ધા, અંધશ્રદ્ધા, તર્કો , ખુમારી વગેરે બધું જ આ બુકમાં કુશળતાથી વર્ણવ્યું છે.
એક નુરાચાચા કરીને વનવિભાગનો માણસ છે જે પક્ષીપ્રેમી છે, એમના પાત્રમાં કાળીયોકોશી, દૂધરાજ , મોર વગેરે પક્ષીઓનું સુંદર વર્ણન છે. એક ક્રિષ્ના કરીને કુશળ નાવિક છે એ પાત્ર સાચા પાત્રથી પ્રેરિત છે. એક અવલ કરીને સ્ત્રીપાત્ર છે જેનામાં સમજદારી અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા અદભુત છે. બીજા ઘણા સારા પાત્રો છે. અમુક નાનાનાના પાત્રો (જેમ કે મુખી, દરિયે નહાવા આવેલ માજી, એક વિદેશી પૂજારણ માં) કે ફકરાઓ તમારા પર કાયમી છાપ છોડી જાય એવા છે. આ બુક વાંચતા વાંચતા ધ્રુવ દાદાના અદભૂત લખાણના લીધે તમે ક્યારે એ દરિયાની શ્રુષ્ટિમાં ગરકાવ થઇ જાવ એ ખબર જ નાં પડે. મેં ૨ રાત મોડે સુધી જાગીને જ બુક પૂરી કરી નાખી.
આ બુક દરમિયાન જ લખેલ ધુવ ભટ્ટની આ કવિતા સૌથી મોટીવેશનલ કવિતા કહી શકાય –
ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપથી કુદરતની રહેમ છે.
ફાટેલા ખીસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ,
તળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે….
આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય મારી ઊપર આકાશ એમનેમ છે….
– ધ્રુવ ભટ્ટ
તમે પ્રકૃતિપ્રેમી હોય, તમને એક અલગ દુનિયામાં ખોવાઈ જવાની મજા આવતી હોય તો આ બુક જરૂરથી વાંચવા જેવી.