Download a free eBook on Malela Jiv, which is written by Pannalal Patel. Let’s first read the book content of this PDF:
Book Content
પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ’ નવલકથા વિષે ઘણું સાંભળ્યું હતું પણ મારી પાસે અહી હતી નહિ કે વાંચું. મિત્ર પૃથા પાસેથી એ પુસ્તક મળ્યું અને ત્યારનું મારી લાયબ્રેરીમાં ગોઠવાઈ ગયું હતું પણ વાંચવાનો લાગ મળતો ન હતો. રોજ રાત્રે સુતા પહેલા એક પ્રકરણ વાંચવાનું શરુ કર્યું. અને અડધી નવલકથા વાંચીને પછી બાજુમાં મૂકાઇ ગઈ , આજે અચાનક ‘મળેલા જીવ’ ની જીવી યાદ આવી અને પાછી બેઠી વાંચવા અને એક જ બેઠકે વાંચી ગઈ. એટલો બધો આનંદ મળ્યો છે કે વર્ણવી શકું એમ નથી પણ મારા અનુભવો કરતા પુસ્તક વિષે વાત માંડું.
આ પુસ્તક ૧૯૪૧માં લખાયું અને એ પછી ૨૯ આવૃત્તિઓ બહાર પડી અને મે સૌથી છેલ્લી ૨૦૧૪ની આવૃત્તિ વાંચી.
ગુજરાતી સાહિત્યના પંડિત યુગ (આઝાદી પહેલાનો ગાળો) દરમિયાન જેટલી વાર્તાઓ લખાઈ એમાં ગ્રામ્ય જીવન વિષે ખુબ જ ઓછુ અથવા નહીવત લખાયું. ત્યારબાદ ગાંધી યુગની શરૂઆત થઇ અને ગાંધીજીએ લેખકોને કહ્યું કે એવું સાહિત્ય લખો કે ગામડાનો કોસીયો પણ સમજી શકે. ટુકમાં ગાંધીયુગનું સાહિત્ય એટલે સાહિત્યમાં ગામડું હોવું અને ગામડામાં સાહિત્ય હોવું. અને પન્નાલાલ પટેલે ૧૯૪૧માં આ કામ કરી બતાવ્યું અને ઉત્તમ ‘મળેલા જીવ’ નવલકથા આપી. પહેલી વખત ગુજરાતી સાહિત્યમાં ગ્રામ્ય જીવન( ‘Local Colors’) આવ્યા.
હવે વાત કરીએ લેખક વિષે – કેમ કે એ અત્યંત મહત્વની છે. પન્નાલાલ પટેલના ગુજરાતી સાહિત્યજગતમાં વિશેષ યોગદાન માટે ઉચ્ચતમ સાહિત્ય પુરસ્કાર- જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો. અને સૌથી મજાની વાત એ છે કે ઉત્તર ગુજરાતના છેવાડાના ગામમાં રહેતા આ લેખક માત્ર ૪ ચોપડી જ ભણેલા! અને પછીથી ઉમાશંકર જોશી અને સુન્દરમ એ એમેને ગુજરાતી લખતા-વાંચતા શીખવ્યું. સવારે મજુરી કામ કરી રાત્રે લખતા. એવા દિવસોમાં એમની કલ્પના શક્તિથી આટલી અદ્ભુત નવલકથા આપી.

આ પ્રેમકથા લેખકની સીમાસ્તંભ નવલકથા છે. સુન્દરમે સાચું કહ્યું છે : ‘અત્યારે આ કથા જેવી છે તેવી પણ હિંદના કોઈ પણ સાહિત્યમાં અને થોડા સંકોચ સાથે દુનિયાના સાહિત્યમાં પણ, ગુજરાતી કળાનું પ્રતિનિધિત્વ ધારી શકે તેવી બની છે’.
શું અદભુત વાર્તા! કાનજીનો પ્રેમ અને તેની મજબુરીઓ, જ્યારે કાનજી માટે બધું ત્યજીને દોડી આવતી જીવી. બે માણસ કદી એકબીજામાં એટલા ઓતપ્રોત કેવી રીતે થઇ શકે કે પોતાના આજુબાજુના તમામ વાતવરણને ભૂલી જાય. પોતના દુ:ખ અને પડતી તકલીફને ન ગણકારે. અત્યારની પેઢીને કદાચ આ નવલકથાનો સાર સમજવામાં જરૂર તકલીફ પડે, પણ જે લોકો આઝાદી વખતના આપણા સમાજની કુપમંડુક બુદ્ધીને ઓળખતા કે જાણતા હશે, તે કાનજી અને જીવીના પ્રેમ અને પરિસ્થિતિને જરૂર મહેસુસ કરી શકશે.
ગામડાના માનવી અને તેમની સામાન્ય બુદ્ધી, પણ તેમની અદભુત સહનશક્તિ, દરિયાજેવું તેમનું દિલ, તેમનો કપટરહિત પ્રેમ અને ગમે ત્યાં મળી આવતા સ્વાર્થી માણસો. આ બધાનું વર્ણન પન્નાલાલ પટેલે ખુબજ અદભુત રીતે કર્યુ છે. આ નવલકથા મારી આંખ ભીની થતા હું ના રોકી શકી. વાંચતા એમ થતું કે આ જઈને હાલ કાનજીને સમજાઈ આવું.
આ પુસ્તકની પ્રસ્તાવના ઝવેરચંદ મેઘાણીએ લખી છે જેની અમુક વાતો શબ્દસહ અહી મુકું છું.
પુસ્તકના સૌથી છેલ્લા પાને જયારે કાનજી જીવીને લઈને જાય છે ત્યારે મિત્ર ભગતના મોઢે બહુ સુંદર વાત સાથે વાર્તા સમાપ્ત થાય છે ” વાહ રે માનવી! તારું હૈયું! એક પા લોહીના કોગળા તો બીજી પા પ્રીતના ઘુંટડા ! “